રાષ્ટ્રીય ગણિત દિવસની અનોખી ઉજવણી કરતુ જીલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર,અમરેલી
મીતીયાળા પ્રાથમિક શાળા ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગુજકોસ્ટ ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત પુરસ્કૃત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર સંગ્રહાલય અને બાલભવન, અમરેલી દ્વારા શ્રીનીવાસ રામાનુજન સાહેબનાં જન્મ દિવસે મીતીયાળા પ્રાથમિક શાળા તા. જાફરાબાદ નાં બાલ ગણિતશાસ્ત્રીઓ એ ગાણિતિક પ્રવૃતિઓમાં અનોખી પહેલ કરી. ગણિત પઝલ, કોયડાઓ ગણિત શાસ્ત્રીઓ નાં સંશોધનો અને તેની વિશષતાઓ સાથે મેથ્સ ફેરમાં સહભાગીતા પ્રદાન કરી એક અલૌકિક રીતે શ્રીનિવાસ રામાનુજન સાહેબને શ્રદ્ધાંજલી પ્રદાન કરી હતી .
આચાર્ય શ્રી બળવંતરાય,ડેરવાળીયા રસિકભાઈ,સોસા વિનોદભાઈ,પઠાણ તારીફખાન,કટકીયા રાઘવભાઈ,મશી આબેદાબેન,રાઠોડ રશ્મિબેન,વાઘેલા ભારતીબેન,પરમાર મંજુલાબેન,ઠાકર નિધિબેન તથા શાળા પરિવાર ના અપ્રતિમ સહકાર બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી
Recent Comments