*ગુજકોસ્ટ ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા ધો. ૮ થી ૧૨ નાં વિદ્યાર્થીઓને રૂરલ આઈટી. કવીઝમાં સહભાગી થવા અનુરોધ*

*ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાતની* સૂચના એવમ માર્ગદર્શન અનુસાર ડીસ્ટ્રીક્ટ કોમ્યુનીટી સાયન્સ સેન્ટર ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન અમરેલી દ્વારા રૂરલ આઇ.ટી. કવીઝનું આયોજન કરવામાં આવી રહેલ છે જિલ્લાનાં ધો. ૮ થી ધો.૧૨ નાં વિદ્યાર્થીઓ ઈન્ફોરમેશન ટેકનોલોજી પ્રત્યે અવગત બને એવમ સાયન્સ અને ટેકનોલોજી વિશેના જ્ઞાનમાં વૃદ્ધિ પ્રાપ્ત કરી શકે તે માટે યોજાનાર કવીઝમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે *રજીસ્ટ્રેશનની મુદત  ૨૦ ઓગસ્ટ ૨૦૨૩ સુધી મર્યાદિત હોય આજેજ રજીસ્ટ્રેશન કરાવી સહભાગી થવા અનુરોધ છે.*

વધુ વિગત માટે ડાયરેકટર નિલેશ કે.પાઠક મોબાઈલ નંબર 9925084733  ઉપર સંપર્ક કરવા વિનંતી છે.