વિદ્યાર્થીઓ માટે સોનેરી તક
જિલ્લાકક્ષાનો નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ-NCSC(બાળ વૈજ્ઞાનિક પ્રતિભાશોધ) ઓનલાઇન  કાર્યક્રમના રજીસ્ટ્રેશનનો પ્રારંભ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી(ગુજકોસ્ટ) ડી.એસ.ટી. ગવર્મેન્ટ ઓફ ગુજરાત ના માર્ગદર્શન તળે  તથા માનનીય જીલ્લા શિક્ષણાધિકારી શ્રી એમ.જી.પ્રજાપતિ સાહેબના સંપૂર્ણ સહયોગ દ્વારા  ડીસ્ટ્રીક્ટ કોમ્પુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન, અમરેલીના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાનો નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ-NCSC(બાળ વૈજ્ઞાનિક પ્રતિભાશોધ)કાર્યક્રમના રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએ નીચેના પેટા પાંચ વિષયો  પૈકી કોઇપણ એક વિષય પર સંશોધન નિબંધ (રીસર્ચ પેપર) પીપીટી ચાર્ટ તૈયાર કરવાના રહે છે.

ખાસ નોંધ : શાળામાં અભ્યાસ ન કરતા વ્યક્તિઓ જે જુનીયર કે સીનીયર ગૃપની વય મયાદામાં આવતા હોય તે પણ સહભાગી થઈ શકે છે.

નિયમો:
1. ઉંમર 10થી 14 (જુનીયર ગૃપ)
2. ઉંમર 14+ થી 17 (સીનીયર ગૃપ )
બંને ગ્રુપમાં વધુમાં વધુ બે-બે  વિદ્યાર્થીઓની એક એક       ટીમ  સહભાગી બની શકશે.
6. જિલ્લાકક્ષાએ યોજાનાર કાર્યક્રમમાં લીડર વિદ્યાર્થી છ
મિનિટ નું ઓનલાઇન પ્રેઝન્ટેશન PPT/Chart દ્વારા જે તે
સ્થળે થી કરી  શકશે.
7. ઓનલાઈન રજીસ્ટ્રેશન  google ફોર્મ ના  માધ્યમથી
કરવું ફરજિયાત છે.
8. રજીસ્ટ્રેશન લિંક ;

https://docs.google.com/forms/d/e/1FAIpQLSfR7hdALs5bL6yHIV49NHLi8a8JuXL_XUUb54vReK7xya1rTA/viewform?usp=sf_link

મુખ્ય થીમ:
સાયન્સ ફોર સસ્ટેનેબલ લિવિંગ(નિરંતર ટકાઉ જીવનનિર્વાહ માટે યોગ્ય ટેકનોલોજી)
પેટા થીમ્સ:
1. ઇકો સિસ્ટમ ફોર સસ્ટેનેબલ લિવિંગ(ટકાઉ જીવન માટે    નૈસર્ગીક પરિસ્થિતિ)
2. એપ્રોપીએટ ટેકનોલોજી(ટકાઉ જીવન માટે યોગ્ય
તકનીકી)
3. સોશિયલ ઇનોવેશન ફોર સસ્ટેનેબલ લિવિંગ(ટકાઉ
જીવન માટે સામાજિક સંશોધનો)
4. ડીઝાઇન ડેવલપમેન્ટ મોડેલીંગ એન્ડ પ્લાનીંગ ફોર
સસ્ટેનેબલ લીવીંગ(ટકાઉ જીવન માટે યોજના,વિકાસ,
પ્રતિકૃતિ  અને પૂર્વ તૈયારીઓ)
5. ટ્રેડીશનલ નોલેજ સીસ્ટમ ફોર સસ્ટેનેબલ લીવિંગ
(ટકાઉ જીવન માટે પરંપરાગત જ્ઞાન, પ્રણાલી).
નેશનલ ચીલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસ(NCSC)પ્રોજેક્ટની પૂર્વ તૈયારી અર્થની સમજુતિ અને માર્ગદર્શન માટે  ડાયરેક્ટર નિલેશ કે. પાઠક સંપર્ક સુત્ર  ડીસ્ટ્રીક્ટ કોમ્પુનિટી સાયન્સ સેન્ટર, ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન, અમરેલીનો  સંપર્ક કરવા અનુરોધ છે.

અમરેલી જીલ્લાના વધુમા વધુ વિદ્યાર્થીઓ સહભાગી બને તે માટે હાર્દિક અનુરોધ કરાયો છે.

આભાર સાહ.
આપનો,
નિલેશ કે પાઠક,
ડાયરેક્ટર