“જય જય ગરવી ગુજરાત”

“આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની અનોખી ઉજવણી”

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડી.એસ.ટી.,ગવર્મેન્ટ ઓફ ગુજરાત પુરસ્કૃત જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, સંગ્રહાલય અને બાલભવન,અમરેલી દવારા બગસરા ખાતેના સરાણીયા સમાજ સાથે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસને અનોખી રીતે ઉજવતા “નિરક્ષરતા થી સાક્ષરતા સુધી”ના સુત્રને સાર્થક કરી બતાવ્યું. શ્રી ટી.જી. માંડલીયા સાહેબ, શ્રી ચેતન પાઠક, શ્રી અક્ષિત સોઢા તથા શ્રીમતિ નયના પાઠક દ્વારા અક્ષરજ્ઞાન સાથે વિજ્ઞાનનો અનુબંધ સમજાવી સરાણીયા સમાજના બાળકથી વયોવૃધ્ધ સુધીના વ્યક્તીઓને વિવિધ ભાષાઓની સુંદર માહીતી આપવામાં આવી હતી