નેશનલ ન્યુદ્રીશન સપ્તાહની ઉજવણી કરતું જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર અમરેલી

માન જિલ્લા વિકાસ અધિકારીશ્રી તેજસ પરમાર સાહેબ (આઇ.એ.એસ.) વિશેષ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) ડી.એસ.ટી.,વગવેમેન્ટ ઓફ ગુજરાત પુરસ્કૃત ડીસ્ટ્રીક્ટ કોમ્પુમિટી સાયન્સ સેન્ટર,ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન, અમરેલી દવારા સોસીયલ ડીસ્ટન્સ જાળવી નેશનલ ન્યુદ્રીશન સપ્તાહની અનોખી ઉજવણી કરવામાં આવી. માન.જિલ્લા વિકાસ અધિકારી શ્રી તેજસ પરમાર સાહેબ (આઇ.એ.એસ.)ની વિશેષ ઉપસ્થિતિ માં બાળકોએ વિવિધ શાકભાજીના ઉપયોગથી ગુજકોસ્ટ ન્યુદ્રીશન ડીશનું નાવિન્યતમ ભર્યુ પ્રેજન્ટેશ કરવામાં આવ્યું હતુ. માન ડી.ડી.ઓ સાહેબે તેમના ઉદબોધનમાં પોષણયુક્ત આહારની મહત્વતા સમજાવતા તમામ બાળકોને શાકભાજીમા રહેલ વિટામીન્સ વિશે સવિસ્તૃત માહીતી પ્રદાન કરી પ્રોત્સાહિત કર્યો હતા.