શિક્ષક દિનના પાવનકારી પ્રસંગે જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ચિલ્ડ્રન્સ મ્યુઝિયમ અને બાલભવન અમરેલી દવારા માન. જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.જી. પ્રજાપતિ સાહેબ પ્રત્યે કૃતગ્નતા વ્યક્ત કરવા અર્થ બાલભવનના બાળકોને બી.આર.સી. ભવન અમરેલી ખાતે જિલ્લા વહીવટી તંત્ર, અમરેલી જીલ્લા શિક્ષક સંઘ અને શિક્ષકશ્રીઓ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ ખાતે પધારવાનું નિમંત્રણ મળ્યું જે બદલ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર અમરેલી આભારની લાગણી વ્યક્ત કરતા કૃતગ્નતા અનુભવે છે. ઉક્ત કાર્યક્રમમાં પધારેલ મુર્ધન્ય મહાનુભાવો બીન અનામત આયોગના અધ્યક્ષશ્રી હંસરાજભાઇ ગજેરા સાહેબ.માન જિલ્લા શિક્ષણધિકારીશ્રી એમ.જી.પ્રજાપતિ સાહેબ, માન.જિલ્લા ભા.જ.૫. પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા સાહેબ, શ્રી સંજયભાઈ રામાણી એવમ જિલ્લા વહિવટી તંત્ર તથા જીલ્લા શિક્ષણ સંઘનાં મહાનુભાવોની નિશ્રા પ્રદાન થતા હર્ષની સાથે આભારી બન્યો છું.

વિજ્ઞાન કેન્દ્ર બાલભવન અમરેલીના બાળકો દવારા તમામ મહાનુભાવોને ગુજકોસ્ટ કેપ પ્રદાન કરી સર્વપલ્લી રાધાક્રિષ્ણનજીનાં તૈલી મૂર્તિને ફુલ હાર અર્પણ કરી અદકેરી ભાવવંદનાં પ્રદાન કરવામાં આવી. આ તકે, જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, બાલ સંગ્રહાલય અને બાલભવન, અમરેલીની સદૈવ ખેવના,જતન એવમ સંવર્ધન કરતા માન. ડી.ઈ.ઓ. સાહેબ તથા તમામ મહાનુભાવોનો હદયસ્થ આભાર વ્યક્ત કરવામાં આવ્યો.